V. T. Choksi Sarvajanik College of Education

       

Achievement


Achievement

કૉલેજની ગૌરવસભર સિદ્ધિ

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી. ચોક્સી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશન, સુરતના પ્રિ. ડો.પત્રલેખા કે.ચાવડાના સક્ષમ, સંવેદનશીલ અને પ્રેરણાદાયી નેતૃત્વ અને સમગ્ર કૉલેજ પરિવારના માર્ગદર્શન હેઠળ કૉલેજના વિદ્યાર્થિની રીયા ભરતભાઇ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી.એડ. ડિગ્રી પરીક્ષા (એપ્રિલ–2026)માં સર્વોચ્ચ CGPA પ્રાપ્ત કરીને સમગ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમણે આચાર્ય ચંદ્રવદન શાહ ગોલ્ડ મેડલ અને આચાર્ય ડૉ. ડી. વી. દેસાઈ પ્રાઇઝ મેળવી કૉલેજ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું ગૌરવ વધાર્યું છે. રિયાબહેનની આ ઉત્તમ સિદ્ધિ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું પાથેય બને અને કૉલેજ આવનારા વર્ષોમાં પણ આવી અનેક ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે, તેવી કૉલેજ પરિવારે અભ્યર્થના પ્રગટ કરી તેણીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.